રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજુવાત. રાજુલા શહેરને લગતા વિવિધ વિસ્તાર જેવા કે છતડીયા રોડ. ભેરાઈ રોડ. વાવેરા રોડ. તેમજ ખાખબાઈ રોડ આપની હસ્તકના હોય તે રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે અને રાહદારીઓને વાહન હકારવું અને ચાલવું પણ મુશ્કેલ બને તેવા રોડ થઈ ગયેલ છે. બીમાર માણસોને બહારગામ લઈ જવાના થતા હોય જે ખરાબ રોડને હિસાબેસમયસર દર્દીઓ પહોંચી શકતા નથી તેથી હકીકતને ધ્યાનમાં લઈ રોડ વહેલી તકે રીપેર કરવા માંગ કરવામાં આવી છે.