અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુર સહિતના કોટ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યા છે. નવા વાડજ વિસ્તારમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. છતાં કલસ્ટર જાહેર કરવામાં આવતું નથી.
ચોંકાવનારી વાત એ છે કે દરિયાપુર વિસ્તારમાં કાલુપુર દરવાજાની અંદર આવેલ ભંડેરી પોળ પાસેની માતાવાળી પોળમાં એક જ પરિવારમાં ચાર વ્યક્તિના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર જાહેર કરીને પતરા લગાડી દેવામાં આવ્યા હતા. તેમજ નવરંગપુરા ગુલબાઈ ટેકરા ખાતેની શ્રમજીવી વસાહતને કલસ્ટર જાહેર કરીને પતરા લગાડ્યા હતા.જ્યારે વાડજના સોરાબજી કમ્પાઉન્ડમાં આવેલ સૌરાષ્ટ્ર નગરમાં 25થી વધુ કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં ત્યાં ક્લસ્ટર જાહેર કરવામાં આવી નથી.