રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં ડુપ્લીકેટ ખેડૂત હોવાનું અરજી બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે હવે જિલ્લામાં ડુપ્લીકેટ ખેડૂતોને લઈને કરવામાં આવેલી અરજી ને લઈને અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે શું જિલ્લામાં રહેલા ડુપ્લીકેટ ખેડૂતની અરજીને લઈને કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ? નજીકના વ્યક્તિઓ અને જાગૃત નાગરિક દ્વારા જ્યારે ખેડૂત ન હોવા છતાં પણ ડુપ્લીકેટ ખેડૂત બનીને ખેડૂતોની જમીન લૂંટતા વ્યક્તિઓ લગામ બાંધવા જ્યારે આ પ્રકારની અરજી કરવામાં આવી છે ત્યારે શું આગામી સમયમાં કરવામાં આવેલી અરજીને લઈને કોઈ નિર્ણાયક ભૂમિકા તંત્ર દ્વારા અદા કરવામાં આવશે કેમ?
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પડતાં હોવાથી કડક હાથે કાયદાનું પાલન કરવા માટે મુખ્મંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા નવો કાયદાઓ બનાવમાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં જે રીતે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે આ અરજી ને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. ડુપ્લીકેટ ખેડૂત ને લઈને કરવામાં આવેલી અરજી ને અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે તંત્ર દ્વારા તપાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ?