રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી
લાખણી તાલુકાના ગેળા ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારાબેન પંચાલે શાળા પ્રત્યે કરેલી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી ના લીધે ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.
લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારા આર. પંચાલે વિધાર્થી ઓના અભ્યાસ તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારણાના ભાગરૂપે વર્ષ ૨૦૧૯-૨૦ ના દ્વિતીય સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય તથા શાળાકીય અભ્યાસ પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ તેમના કામની કદર કરી તેઓને ક્લસ્ટર ક્ષેત્રે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આમ ક્લસ્ટર તેમજ શાળાનું ગૌરવ વધારવા બદલ ક્લસ્ટર ના સી.આર.સી.માળી જામાભાઈ, શાળાના આચાર્ય અશોકભાઈ પ્રજાપતિ તથા સ્ટાફે ધારા બેનને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.