કાલોલ : બેંક ઓફ બરોડા પાસે પગરખાએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલણ કર્યુ..
સમગ્ર દેશ માં જયારે કોરોના વાઈરસે માથુ ઉચ્કયુ છે તેવામાં કાલોલ નગરમાં આવેલ બેંકો દ્વારા કોઈપણ જાતના સોશ્યિલ ડિસ્ટન્સિંગનો પાલન કરાવામાં આવી રહ્યું નથી.
કાલોલ બેંક ઓફ બરોડા તેમજ બરોડા ગુજરાત ગ્રામિણ બેંક પાસે આજે લોકોનો જમાવળો જોવા મળ્યોં. ત્યાં બેંક દ્વારા કોઈ કર્મચારી ને બેંક બહાર ઉભારાખી સોશ્યિલ ડિસ્ટન્સિંગ જળવાઈ તેમાંટે સુચનો આપવા જોઈએ પરંતુ તેની જગ્યા એ જાણે કોરોના વાઈરસના સંક્રમણને આમંત્રણ આપવામાં આવ્યુ હતું.
નગરપાલીકા અને પોલીસ દ્ધારા સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન થાય તે માટે દિવસ રાત તંતોડ મેહનત થઈ રહી છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહયો છે.ત્યારે આવી પરિસ્થિતિમાં કાલોલ શહેરમાં લોકો જાહેરનામાનો અને લોકડાઉનનો ગંભીરપણે અમલ કરતા નથી.જેથી ભવિષ્માં વિકટ પરિસ્થિતિ પેદા થવાની સંભાવના રહેલી છે. હાલ સરકારના નાવા બાહાર પાડેલ જાહેરનામા માં આંશિક છુટ છાંટ જીવન જરૂરિયાત — કરિયાણુ, દૂધ અને શાકભાજી માટે છુટ આપવામાં આવી છે.ત્યારે કાલોલ શહેરમાં સવાર થીજ લોકો જાણે કોઈ પણ પ્રકારનો કોરોના વાયરસના સંક્રમણનો ભય ન હોય તેમ ખરીદી કરવા તથા લટરા મારવા બહાર નિકળતા જોવા મળી રહ્યા હોઈ છે.
પળે…પળે… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/JE52EH7Qaq6I7aNk63cIh1
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.