વેજલપુર એકડા વિશા ખડાયતા સ્થાનિક વણિક પંચ મહેલોલ દ્વારા મુંબઈ ખાતે મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારનાર મહેલોલ સ્થાનિક વણિક પંચના અને સમસ્ત પંચના માજી પ્રમુખ કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ નો તા. 23-12-23, શનિવાર..મોક્ષદા એકાદશી.. ગીતા જયંતી એકાદશીના પાવન દિવસે મહેલોલ મંદિરમાં સન્માન સમારોહ યોજાયો હતો. સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ જી. શાહ દ્વારા કે. ઓ. શાહ અને સ્થાનિક પંચના સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી..મહાસુખ ઍવૉર્ડ પ્રાપ્ત કરી મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવી. ભવિષ્યમાં પણ આવા ઍવૉર્ડ આપની પ્રશંસનીય કામગીરીથી શ્રી ઠાકોરજીની કૃપા અને વૈષ્ણવોની શુભેચ્છાઓથી પ્રાપ્ત થતા રહે એવી અભ્યર્થના વ્યકત કરી હતી. પ. ભ. શ્રી કૃષ્ણકાંત કાંતિલાલ શાહે અભિનંદન અને શુભેચ્છા પાઠવતા મહેલોલ અને વેજલપુર એકડાનું ગૌરવ વધારવા માટે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે સંઘર્ષમય જીવન પસાર કરતાં સામાજિક..આરોગ્યલક્ષી શૈક્ષણિક..અધ્યાત્મિક..
રાષ્ટ્રીય.. સેવાઓ નોંધપાત્ર રીતે કરી અનેક સંસ્થાઓ અને ક્ષેત્રમાં સુંદર કામગીરી કરી છે. કેટલાક સેવાકાર્યો અમે સાથે કર્યા છે. કે.ઓ.શાહને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવતાં જણાવ્યું હતું કે શેષ જીવન તંદુરસ્ત અને નિરોગી દીર્ધાયુષ્ય રીતે પસાર થતું રહે એવી શ્રીઠાકોરજીને પ્રાર્થના. મહેલોલ મંદિરના મુખિયાજી દ્વારા ઉપરણો અને શ્રી ઠાકોરજીનો પ્રસાદ પંચ વતી આપ્યા બાદ સ્થાનિક વણિક પંચના પ્રમુખ જીજ્ઞેશભાઈ શાહ..કે. કે. શાહ, પ્રવીણભાઈ વી. શાહ.. રાજેન્દ્રભાઈ આર. શાહ દ્વારા મહાસુખ ઍવૉર્ડ વિજેતા કે. ઓ. શાહનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહેલોલ સ્થાનિક વણિક પંચના સૌ સભ્યો દ્વારા કરતાલ ધ્વનિથી આનંદ ઉલ્લાસમાં સમારોહ યોજાયો હતો..