રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામે સંત નીજાનંદ બાપુ અને કરસન દાસ બાપુ ના સાનિધ્ય માં અનુસુચિત જાતિના યુવાન દ્વારા સરસ રીતે કાયૅ કમ યોજવામાં આવેલ જેમાં ચાવડા ચિરાગ ભાઈ અને સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલ ભાઈ જોસી અને રમેશભાઇ પરમાર અને કરસનભાઈ ચાવડા અને રોહિત સમાજ ના પ્રમુખ અને અન્ય માહાનુભાવો સમાજ ના અગ્રણીઓ અને યુવાન હાજર રહ્યા હતા આ પંસંગે ગોતરકા ગાદી પતિ સંત નિજા નંદ બાપુ એ પ્રાસંગિક પવૅચન આપેલ અને સંત કરસન દાસ બાપુ રાધનપુર મઢી અને કોશલ ભાઈ પર્યાવરણ વિશે વિશેષ માહિતી આપી સમાજને વૃક્ષ પ્રત્યે પ્રેમ બનાવી વૃક્ષો વાવી એક હરિયાળી ક્રાંતિ લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સંતો મહંતોઅને અનુસૂચિત જાતિ અન્ય લોકો હાજર રહેલા અને આ પ્રસંગે વૃક્ષોનું વાવેતર કરી સમાજને એક સારો સંદેશો આપ્યો અને આ વિસ્તાર અને આ સ્કૂલ ને હરિયાળું બનાવીએ આવનારા સમયમાં આ વિસ્તારમાં વરસાદ ઓછો થતો હોય તેને લઈને અને વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ બનાવવા નુ આયોજન આ સંસ્થાના યુવાનોએ કરી રહ્યા છે ત્યારે ખરેખર એક ઉદાહરણરૂપ આ સંસ્થાની મુલાકાત લઈને આપણે પણ વૃક્ષ પ્રેમીઓ બને તેવું સંત બાપુ નિજાનંદ બાપુ જણાવ્યું હતું.