રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બજરંગ વાડી ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ માંગરોળ તાલુકા આરોગ્ય શાખાન સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ હાલની પરિસ્થિતિમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને તેમજ કેટલાક સંજોગોમાં ડિલિવરી કેસમાં બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લીધે બ્લડની ખુબજ જરૂરિયાત રહે છે જેને લઈ માંગરોળ ખાતે બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં માંગરોળ આરોગ્ય કેન્દ્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓનું પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.