રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
જાણકારો ના મતે નિયમ મુજબની આ તકતી ઓનલાઈન ફોટા પડ્યા બાદ જો લાભાર્થી કાઢી નાખતા જોવા મળશે તો બાકીના હપ્તા અટકી શકે છે. રાજપીપળા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓ એ લાભ મેળવ્યો છે ત્યારે સરકારની આ યોજનામાં ઘણા મકાન વગરના લોકોએ લાખોની સહાય મેળવી નિયમ મુજબ પોતાના પાકા મકાનો ઉભા કર્યા પણ છે જેમાં રાજપીપળા શહેરમાં પણ ઘણા લોકો એ લાભ લીધો હોય પરંતુ નિયમ મુજબ અમુક લેવલ બાદના લોગો સાથે ની જે તકતી મારવાની હોય તે તકતી માર્યા બાદ તેના ઓનલાઈન ફોટા પડી ગયા પછી અમુક લાભાર્થીઓ દ્વારા આ તકતી કોઈક કારણોસર કાઢી નાંખી હોવાનું પણ જોવા મળ્યું હોય જાણકારો ના મતે જો લાભાર્થીઓ આવી ભુલ કરશે તો બાકી રહેલા સહાય ના હપ્તા અટકી પણ શકે છે માટે લાભાર્થીઓ એ આ બાબતની ખાસ તકેદારી રાખી સરકાર ની સહાય મેળવી ઉભા કરેલા મકાન પર તકતી ફિક્સ કરાવી કાયમી ધોરણે રાખવી જરૂરી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.