રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં જનરલ બોર્ડ મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં મહીસાગર જીલ્લાના વકીલ મંડળના પ્રમુખ મનોજ આર.પટેલને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના વકીલોમાં આ નિમણુકથી આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની રચના થયા પછી પ્રથમ વાર મહીસાગર જીલ્લામાં આ નિમણુક થયેલ છે. જેથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મહીસાગર જીલ્લાના વકીલો એ આભાર વ્યક્ત કર્યો છે અને મનોજભાઇ પટેલેની નિમણુકને આવકારી અભિનંદન પાઠવેલ છે.