રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ફળીયાની જંગલ જમીનમાં નિંદામણ કરતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ઊર્મિલાબેન નવલસિંગ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ કોલીવાડા ફળીયાની જંગલ જમીન કમ્પાર્ટમેન્ટ નં.૩૪૪ વાળી જમીનમાં તેમણે અગાઉ કપાસ તથા તુવેરનું વાવેતર કરેલ જમીનમાં નિંદામણ કરવા માટે ગયા હતા તે સમય દરમિયાન આ ૪૭ વ્યક્તિઓ એ એક સંપ થઈ ત્યાં આવી તેમને વાવેતર કરેલ કપાસ તથા તુવરના છોડવાઓ ઉખેડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ બાકીના આરોપીઓ એ ઉર્મિલા બેન તથા સાહેદો ને ગાલો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઊર્મિલાબેન ની ફરિયાદ ના આધારે દેડીયાપાડા પોલીસે ૪૭ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.