રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલીકા કચેરી ભાવનગર, ઉના નગરપાલિકાનાં ચીફ ઓફીસર ત્થા જીલ્લા કલેકટરને ફોટા સાથે રજુઆત કરેલ છે કે ઉના શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ-ગટર યોજનાનુ કામ કરેલ છે. જેમાં દેલવાડા રોડ ઉપર ચાર થાંભલાથી વિદ્યાનગર, નાગનાથ મંદિર સુધી સોસાયટીના સિમેન્ટનાં રોડમાં રોડ લેવલથી નીચે ઢાંકણા છે. ધણાં ગટરના ખાડામાં પાણી ભરાતા વાહન તથા રાહદારીઓમાં નાનામોટા અકસ્માતના બનાવ બને છે. તેથી જે એજન્સીએ બિનજવાબદારી કામ કરેલ એજન્સી કોન્ટ્રાકટરની સામે એગ્રીમેન્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જો કાર્યવાહી નહી કરવામાં આવે તો કાનુની રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવેલ છે.