રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીમાં પાંચ જરૂરી ઘટકો ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સૅનેટાઇઝર તેમજ પોષ્ટિક આહાર.
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોવીડ-૧૯ ની માર્ગદર્શીકા મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ , માસ્ક સાથે જિલ્લા પંચાયત દાહોદના તમામ અઘિકારીઓ એ જિલ્લા વિકાસ અઘિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ ”પોષણ શપથ” લીધી હતી. જિલ્લા પ્રોગામ ઓફીસર-આઇસીડીએસ, તાલુકાના અઘિકારીઓ, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ અને તમામ આંગણવાડી કાર્યકર, એનએનએમ સ્ટાફ તથા ઉપસ્થિત નાગરિકોએ ”પોષણ શપથ” વિડીયો કોન્ફરન્સ થકી લીધા હતા. જિલ્લામાં વ્યાપક જનઅભિયાનથી પોષણ માહ-ર૦ર૦ના તમામ કાર્યક્રમોમાં દરેક ઘર, દરેક આંગણવાડી, દરેક ગામ અને દરેક શહેરમાં જાગૃતિ લાવવા કાર્યક્રમો હાથ ઘરવામાં આવશે.