રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માકેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાંથી ૨,૨૯,૭૬૨ રુપિયા ભરેલી બેગ ગઠીયો લઇ છુમંતર થતા ચકચાર મચી ગઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાં સવારના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ વાગ્યાના સમય દરમ્યાન એક અજાણ્યા ઇસમે ઓફીસમાં આવી દુકાનના ભાગીદાર સંજયપુરી કૈલાશપુરી રહે.રાણકપુર તા.કાંકરેજવાળાની નજર ચુકવી અને ઓફીસના ટેબલ પાસે રાખેલ વિનોદકુમાર જગમાલભાઇ પટેલ ધંધો બેંકમિત્ર રહે તાંતિયાંણા તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાના થેલામાં રહેલ રોકડ રકમ રુ.૨,૨૯,૭૬૨ તથા બેગમાં દેનાબેંકની બે કોરી ચેકબુકો,એટીએમનુ પિનપેડ તથા પાવરબેંક વગેરે વસ્તુઓ ભરેલ થેલાની ચોરી કરી ગઠીયો રફુચકકર થઇ ગયો હતો.થેલાની ઉઠાંતરી કરનાર ગઠીયો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો.ચોરી કરનાર ગઠીયાને કેમેરાના ફુટેજના આધારે થરા પોલિસે ફરીયાદીની ફરીયાદના આધારે ગઠીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.