રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં દારૂ જુગાર પર પોલીસ ની બાઝ નજર હોય જી.કે.વસાવા પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા એ બાતમીના આધારે તેમના પોલીસ સ્ટાફ સાથે કોલવણ આ.પો.નાં પલાસવાડા ગામે એક કાચી ઝૂંપડીમાં લાઈટના અજવાળે પત્તાપાના વડે પૈસાનો જુગાર રમી.માડતા ઈસમો ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી(૧)મહેંદ્ર.ભગાભાઇ વલવી(૨)નરેન્દ્ર કાંતી લાલા પાડવી(૩)જેન્તી હોનજીભાઇ વલવી(૪)નેતાજી શિવાજી ભાઇ વલવી,રહે.પલાસવાડા તા.સાગબારા ને પકડી પાડી તેમની અંગ ઝડતી માંના રોકડ રૂપીયા ૧૦, ૦૦૦/- તથા દાવ ઉપરના રોકડ રૂપીયા ૧૨૩૦ મળી કુલ ૧૧,૨૩૦ નો મુદામાલ કબજે કરી આરોપીઓ સામે જુગાર ધારા નો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.