મોરબી: હળવદ તાલુકામાં ઘરે ઘરે અને ધાર્મિક સ્થળોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી..

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ મહામારીના સમય માં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે આપણો આદરભાવ અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ એટલે ” પ્રકૃતિ વંદન ” કાર્યક્રમ આજરોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમગ્ર દેશ માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ તાલુકા માં પણ ઘરે ઘરે તુલસી માતા અને અન્ય છોડ નું પૂજન કરી આરતી ઉતારી અને વૃક્ષ ની પાંચ પ્રદક્ષિણા ફરી અને છોડ માં રણછોડ છે તે સૂત્ર ને ચરિતાર્થ કર્યું હતું અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સરસંઘચાલક મોહનજી ભાગવતે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જેને ઓનલાઈન સોસીયલ મીડિયા ના વિવિધ માધ્યમો થકી સહપરિવાર સાંભળ્યું હતું… ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ દ્વારા આ કાર્યક્રમ અનુસંધાને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક લોકો એ આ કાર્યક્રમ માટે અગાઉ થી ઓનલાઈન જીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આજે સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૧૧:૦૦ વાગ્યા સુધી હળવદ શહેર અને હળવદ તાલુકા ના વિવિધ ગામો માં પ્રકૃતિ વંદન થકી ” પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે નો આદરભાવ પ્રગટ કરવા માટે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિ એ આપડ ને બધું જ આપ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રત્યે નો આપડો ભાવ પ્રગટ કરવા માટે સુંદર આયોજન થયું હતું અને આ કાર્યક્રમ દેશ દુનિયા સહિત હળવદ માં પણ ઠેર ઠેર ઉજવવા માં આવ્યો હતો અને ધાર્મિક સ્થાનો શૈક્ષણિક સંસ્થાઓ માં પણ પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમ માં સંતો મહંતો સાથે સામાજિક શૈક્ષણિક ધર્મીક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા અને હળવદ તાલુકા માં ઠેર ઠેર ભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ધાર્મિક વિધિ થકી પ્રકૃતિ વંદન કાર્યક્રમ નું આયોજન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *