રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસ,સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે ના સૌજન્ય થી એન.એમ.ડી ન્યૂઝ નેટવર્ક રાજપીપળા આયોજિત કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ -2020 દ્વારા કોરોના કાળ દરમ્યાન નર્મદા જિલ્લામાં પોતાની નૈતિક ફરજ નિભાવી જરૂરિયાત મંદોને મદદરૂપ થવા બદલ કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ- ૨૦૨૦ આપી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ને સન્માનિત કરવામાં આવ્યા.હતા.એક બાદ એક પ્રશંસનીય કાર્ય બદલ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા નું ઠેર ઠેર થી સન્માન થતા સમાજના સેવાભાવી યુવાનો નું મનોબળ વધે છે.જોકે આ સમાજના યુવાનો કોઈપણ આશા વગર નિસ્વાર્થ ભાવે સેવાકાર્ય કરતા આવ્યા છે અને કટોકટી ના સમયે હંમેશા કરતા જ રહેશે છતાં સારા કામની કદર હંમેશા થાય જ છે તેમ આ સમાજને આજે વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે.