અમરેલી: રાજુલા આખું પાણીમાં લોકો સોસાયટીમાં જઇ નહિ શકતા ભારે રોષ.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

એક પણ સોસાયટી કોરી નથી પાણી નિકાલ નહિ કરતા પ્રજાના હાલ બેહાલ

સભ્યો ના ઘર પાસે તેમજ લાગતા વલગતાને ત્યાં માટી નાખી પણ પ્રજાનો શુ વાંક??

રાજુલા શહેરમાં એક તરફ મેઘરાજાની કૃપા થઈ છે પરંતુ આ મેઘરાજાની કૃપા રાજુલા શહેર માટે હાર માથાના દુખાવા સ્વરૂપ બન્યું છે તેમ છતાં રાજુલા નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ કોઈપણ જાતના પગલાં ભરવામાં સદંતર નિષ્ફળ ગયા છે ત્યારે હાલમાં લોકોની સ્થિતિની સમીક્ષા કરવા ઉત્તરેથી પગલાં ભરાય તેવી માગણી ઉઠવા પામેલ છે અને પ્રજામાં હાલ ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો એક તરફ કોરોના ગટરના પાણી અને ભરાયેલા તળાવથી લોકો બહાર ગયેલા છે તેમ છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જવાબદાર પદાધિકારીઓ અધિકારીઓ કોઈ પણ જાતના પગલાં ભરતા નથી ત્યારે શું લોકો માટે આ લોકોની ફરજ ખરી તેવો વેધક સવાલ ઉઠવા પામ્યો છે.

તે વિગત મુજબ રાજુલા શહેરની વિવિધ સોસાયટીઓ જેવી કે બાવળીયાવાળી ધર્મરાજ સોસાયટી શિવછાયા સોસાયટી બાબર સોસાયટી કાનજી બાપા નગર ભેરાઈ રોડ છતડીયા રોડ મીરાનગર દુર્લભ વડનગર ભાણ બાપુ ધાખડા નગર અલ્લાહ વાળા માસી વાળા ડુંગર રોડ વાવેરા રોડ તત્વ જ્યોતિ વિસ્તાર યાદવ ચોક સહિતની 50 જેટલી નાની મોટી સોસાયટીઓમાં હાલમાં ચારે તરફ પાણી ભરાયેલા છે લોકોને અને ખાસ કરીને સવારમાં આવતા ફેરિયાઓને તેમ જ વસ્તુ લેવા જેવાં ભારે તકલીફ પડતી હોય છે આ બાબતે શહેરીજનોમાં અવારનવાર ફરિયાદ ઉઠવા છતાં અવારનવાર ફોટા સોશિયલ મીડિયામાં ફરવા જતા અને નગર પાલિકા સમક્ષ રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું પરિણામલક્ષી કામ કરવામાં નહીં આવતાં હાલમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી માત્રને માત્ર ચૂંટાયેલા સદસ્યો કે તેના લાખ રજૂઆતો હોય તો તેની રજૂઆત ધ્યાને લેવામાં આવે છે અને તેના ઘર પાસે નાખી અને લોકોને કોઇપણ જાતની તકેદારી કે લોકોને પડતી મુશ્કેલી ને ધ્યાને લેવામાં નહીં આવતા હાલ પ્રજામાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે અને પ્રજા રજૂઆત હવે કોને કરે ત્યારે ઉચ્ચ સ્તરેથી જિલ્લા કલેકટર તેમજ શહેરી વિકાસ મંત્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજા માંગ ઉઠવા પામી છે વિવિધ વિસ્તારની વાત કરીએ તો ગોઠણડૂબ પાણી ભરાયેલા છે અને નાના વાહનો પણ ચાલી શકતા નથી અને ચાલીને પણ જઇ શકતા નથી આવી બદતર સ્થિતિ હાલ વિવિધ સોસાયટીઓ ની છે

પાણી ખેંચવાનું મશીન ૧૫ દિવસથી એક જ જગ્યાએ ચાલે છે

વિવિધ વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે તે પાણી નિકાલ માટે રાજુલા નગરપાલિકા અને સરકાર દ્વારા પાણી ખેંચવાનું મશીન પણ આપવામાં આવ્યું છે પરંતુ હાલ આ મશીન વિધાનગરમાં એકની એક જગ્યાએ છેલ્લા પંદર દિવસથી છે પરંતુ આખા શહેરમાં જ પાણી નિકાલ કરવાની જરૂર છે ત્યાં આ મશીનનો ઉપયોગ નહીં થતા તેનું બિલ પણ ઉધાર ખાતું હોય તેવું પ્રજામાં હાલ ચર્ચાઈ રહ્યું છે તો એકની એક જગ્યાએ મશીન રાખવાનું કારણ શું અહીં સ્થાનિક નેતાઓ વસવાટ કરે છે એટલા માટે તો સ્થાનિક નેતાઓને મશીન આપવામાં આવે છે તો પ્રજાને કેમ નહીં તેવો પણ વેધક સવાલ ઉઠવા પામી છે ત્યારે આ નગરપાલિકાને મળેલ મશીન અને આખા શહેરમાં લઈ જઈ અને જ્યાં પણ પાણી ભરાયેલા છે ત્યાંથી પાણી નિકાલ કરવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠવા પામી છે

પૂર્વ પ્રમુખ શુ કહે છે?
આ બાબતે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા સાથે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે જો આવી સ્થિતિ શહેરમાં બનતી હોય અને શહેરમાં ચારેય તરફ પાણી ભરાયેલા હોય તો તેના નિકાલ માટે સ્વભંડોળ તેમ જ ૧૪ માં નાણાપંચ માંથી માટી પાથરી તેમજ જેસીબી ચલાવી આ પ્રશ્ન હલ કરી શકાય તેવી નગરપાલિકા પાસે સત્તા છે પરંતુ નગરપાલિકા કેમ કરતી નથી તે એક પ્રશ્ન છે તો એક તરફ પ્રમુખ આવું જણાવી રહ્યા છે તો શું આવો ખર્ચ બતાવીને નગરપાલિકામાંથી પૈસા ઉડાઇ ગયા હશે કે કેમ તે બાબતે પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે અને આવા લાખો રૂપિયાના બિલો બાબતે પણ આગામી સમયમાં જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ કરવા માટે તૈયાર થયા છે અને આરટીઓમાં મોટો ખુલાસો થાય તો નવાઇ નહીં ત્યારે તાજેતરમાં થયેલી શહેરની સ્થિતિમાં નગરપાલિકા ગંભીરતા દાખવે તેવી પ્રજા માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *