ભાવનગર તંત્ર દ્વારા નારી તથા સિદસર વિસ્તારમાં ૭ હજાર ચો.મી.થી વધુના બિન અધિકૃત દબાણો દુર કરી ૮ કરોડની જમીન ખુલ્લી કરાઈ.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર શહેરના નારી તથા સિદસર વિસ્તારમાં કુલ ૩ જેટલા ઇસમો દ્વારા કરવામા આવેલ બિનઅધિકૃત દબાણો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વિસ્તારના વિવિધ બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા કોમર્શિયલ તથા સંસ્થાકિય દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે ૭,૦૮૧ ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ તથા ૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી કુલ ૩ જેટલા દબાણો દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૮,૫૪,૧૫,૦૦૦ જેટલી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *