રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
પાટણ ખાતે ધારપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા ૫ વેન્ટીલેટરનું અનુદાન કરેલ છે.આ પ્રસંગે ડી.કે.પારેખ,જિલ્લા વિકાસ અધીકારી,પાટણ,ર્ડા.અરવિંદ પરમાર,સિવિલ સર્જન-પાટણ, જે.પી..સોનારા,ડેપ્યુટી સબ ઇન્સ્પેક્ટરશ્રી અને સાંસદ સભ્ય-પાટણના પ્રતિનિધિ તરીકે ચિનંતનભાઇ પ્રજાપતિ હાજર હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી દુખબંધુ રથ,જનરલ મેનેજર મધુકર આનંદ,રીઝીયોનલ મેનેજર વિમલકુમાર ખાબ્યા અને આસી.જનરલ મેનેજર સરત પીલ્લાઈ હાજર હતા.અત્રેની જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ હોસ્પિટલ,ધારપુર-પાટણ ખાતે ઉપર મુજબ મળેલ ૦૫ વેન્ટીલેટરના અનુદાન સાથે ૧૦૫ વેન્ટીલેટર ની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા તરફથી મળેલ ૦૫ વેન્ટીલેટરને લીધે મેડીકલ કોલેજ અને હોસ્પિટલના ડીન અને ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ર્ડા.યોગેશાનંદ ગોસ્વામી અને મદદનીશ તબીબી અધિક્ષક ર્ડા.મનિષ રામાવતએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.