રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે પ્રાથમિક શાળાની આગળ પાણી ભરાતા કાદવ કીચડ હોવાને કારણે શાળામાં આવતા શિક્ષકોને કાદવ કીચડ માંથી ચાલવાનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમ જ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામના લોકો તેમજ ગામના શાળાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના સરપંચ તેમજ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને આ મહામારી કોરોના કારણે ગંદકીનું મહાપ્રલય પણ થઈ શકે છે તો આ મીડિયાના અહેવાલ થી ચીમનગઢ ના સરપંચ તેમજ તલાટી ઘોર નિંદ્રામાં સૂતેલા જાગશે કે પછી આંખ આડા કાન તે આવનાર સમય જ બતાવશે..