રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપલા ખાતે દરબાર રોડ સ્થિત શ્રી રત્ન ગણેશ મંદિરે દર્શન,અર્ચના,પૂજા કરવા માટે આવ્યા હતા ત્યાં તેઓ દર્શન કરી હાલ સમગ્ર વિશ્વમાં ચાલતી કોરોનાની મહામારી વહેલી તકે દેશમાંથી નાબૂદ થાઈ તેવી પ્રાર્થના વિઘ્નહર્તાને કરી હતી અને તેમને સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પેહરી અને દર્શન કરી વિધિસર પૂજા કરી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
ભરૂચના લોકલાડીલા સાંસદ મનસુખભાઈ વસાવા કોઈ પણ વાર તહેવારમાં તેઓની હાજરી હોય છે ત્યારે આ વખતે તેઓ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી એકલા દર્શન કરવાનું પસંદ કર્યું હતું અને નગરજનોને પણ આ વખતે જેમ બને તેમ માટીની મૂર્તિનો જ ઉપયોગ કરવાની સૂચના આપી હતી.ત્યારે રાજપીપલાના નગરજનો પણ આ વાતને દયાનમાં લઇ ૨ ફૂટથી ઊંચી મૂર્તિ નહીં લાવીએ અને મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવાનું નક્કી કર્યું હતું.