પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને પી.એમ.જી.કે.એ.વાય યોજનાનો લાભ છેલ્લા બે મહિનાથી મળતો નથી. આંકડાકીય માહિતી ની આંટી ઘૂંટી અને તેને સમજવાની કુનેહ ના અભાવને લઈ સુલીયાત ગામના સસ્તા અનાજના સંચાલકને જુલાઈ માસમાં ૭૦% મફત અનાજનો જથ્થો ઓછો ફાળવવામાં આવ્યો હતો જેથી ૫૦૦ થી પણ વધારે લાભાર્થીઓ મફત અનાજથી વંચિત રહી જવા પામ્યા છે જેની રજુઆત સુલીયાત ગામના લાભાર્થીઓએ મોરવા હડફ મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ને લેખિતમાં કરેલ તેમ છતાં આ સમસ્યા નું નિરાકરણ થયું નથી.એટલુ જ નહી જુલાઈમાં મફત અનાજથી વંચિત ૭૦% લાભાર્થીઓને અનાજ આપવાની વ્યવસ્થા કરવાને બદલે ફરી ઑગસ્ટ માસમાં પણ સસ્તા અનાજના સંચાલકને માત્ર ૩૦% જ અનાજનો જથ્થો ફાળવવામાં આવતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે.તેથી લોકો એ સસ્તા અનાજની દુકાનને તારાબંધી કરી અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવે નહી ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા બંધ કરાવી દીધી છે.