અમરેલી: રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકને આવેદનપત્ર આપ્યું.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ભારતમાં વેબસિરિઝ, સ્ટેન્ડપઅપ કોમેડી શો, કોમેડી શો, સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે ફેસબુક,વહાટસપ,ટ્વિટર,ઈંસ્ટાગ્રામ વગેરે,બોલીવુડ,રાજનેતાઓ અને અમુક કમ્પનીઓ દ્વારા અલગ અલગ સિસ્ટમથી કરવામાં આવતી જાહેરાતોના માધ્યમથી સનાતન ધર્મ અને હિન્દૂ ધર્મને ટારગેટ કરીને જાહેરમાં પ્રચાર-પ્રસાર પ્રવૃત્તિઓ આચરવામાં આવી રહી છે જે આપણા દેશના સંવિધાન ના નિયમોની વિરૂદ્ધ તો છે જ જોડે જોડે સર્વધર્મ સમભાવના ની વિરુદ્ધ પણ છે જેથી સરકારશ્રી ને વિનંતી છે કે ભારત દેશ ના હિન્દૂ ધર્મ અને સનાતન સંસ્કૃતિ અને તેની ગરિમા ને હાની પહોંચાડતા તેમજ ભારતના યુવાઓને ગેરમાર્ગે દોરતા અટકાવવા માટે આવા દરેક માધ્યમો પર તાત્કાલિક અસર થી રોક લગાવવામા આવે અને અને આવા દુષણો ફેલાવતા વ્યક્તિઓ કે કમ્પનીઓ સામે ત્વરિત કડક પગલાં લેઇ શકાય એવી સિસ્ટમ ઉભી કરવામાં આવે જેમ કે વેબ સિરિઝો અને બોલિવૂડ ના માધ્યમ થી સનાતન સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મનું અપમાન ન થાય એ માટે સેન્સર બોર્ડ ને કડક આદેશ સરકાર દ્વારા આપવામાં આવે, સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમથી અને જાહેરાતોના માધ્યમ થી સનાતન સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મ ને ટાર્ગેટ કરવામાં આવે એના માટે સાયબર ક્રાઇમ ઝડપ થી પગલાં લે અને એના માટે અલગ સેલ ની રચના કરવામાં આવે જેથી આવી વિકૃતી ફેલાવતા તત્ત્વો ને કોઈપણ ધર્મના અપમાન બદલ ઝડપથી પકડી અને સજા મળે જેથી દરેક ભારતીયોને એક ગરિમામય માહોલ મળી રહે તેમજ આદર્શ રાષ્ટ્ર નું નિર્માણ થઇ શકે તેવા હેતુ થી અમરેલી જિલ્લા માં હિંમતભાઈ કાનાણી,મુકેશભાઈ કાછડિયા,પરેશભાઈ માવાણી,અભયભાઈ સહિત રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવે છે તો સરકાર દરેક ભારતીયની પ્રાણઘાતક વ્યથા સામે પગલાં લે તેવી વિનંતી અને માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *