મોરબી: આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા તુલસીના ૨૦૧ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને પૂજાય છે. તેના મહત્વથી અને ઉપયોગથી સૌ કોઈ પરિચિત જ હોય છે. તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભૂખ લગાડે છે. લીવર ફંકશન સુધારે છે.પાચનશક્તિ વધારે છે. શરદી, ઉધરસ વાઇરલ રોગોમાં લાભકારક છે.કોલોસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.હાલના કોરોના વાયરસની મહામારીમાં પણ તુલસીના પાન ખાવાની સલાહ આપવામાં આવે છે.અનેકવિધ ઉપયોગ અને ફાયદા આપતા આ પવિત્ર છોડના ના રોપા નું શ્રાવણ માસના શુભ અવસરે વૈજનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં આર. સી.સી.સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ ના વડીલો દ્વારા ૨૦૧ નંગ રોપનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટનું ડોનેશન દીપકભાઈ લાલજીભાઈ જસાપરા (જુના દેવળીયા)
એબલ ઈંપેક્સ, મોરબી વાળા તરફથી આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *