રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરામાં ૬ દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘણા વર્ષોથી ૨૨ ફુટ પાણી જોવા ન મળતા અત્યારે હાલ ૨૨ ફુટ પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી છે. મુંજિયાસર ડેમ વરસાદના નવા નીર આવતા ડેમ સાઈટ ઉપર આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળેલ અને અહીંયા કુદરતી સૌંદર્ય સાથે નયન રમ્ય વાતાવરણ નો નજારો પણ ખુબ જ સરસ જોવા મળે છે. આ ડેમ વિસ્તારમાં વરસાદ પડવાથી ડેમ માં નવું પાણી કુલ ૨૨ ફૂટ પાણી છે આ ડેમ ની કુલ સપાટી ૨૪ ફુટ છે અને હાલની સપાટી ૨૨ ફુટ થવા પામીઓ છે. આ ડેમ બગસરા ને પીવાનું પાણી પૂરું પાડે છે અને સિંચાઈ માટે ખેડૂતો ને પાણી પૂરું પાડે છે. ત્યારે હાલ ડેમ ની અંદર ૨૨ ફૂટ પાણી આવવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બગસરા શહેરનો વરસાદ ૬ દિવસથી સતત ધીમીધારે પડી રહ્યો છે ત્યારે બગસરા શહેરમાં વાસીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.