પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લાના ગેસ જોડાણ ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલે લેખિત આવેદન આપીને રજુઆત કરવામા આવી છે.
પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફની આગેવાની હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે તમામ લોકોની હાલત કફોડી અને ચિંતાપ્રેરીત છે.આ સંજોગોમાં સરકારે ગેસ જોડાણ ધરાવનાર ગ્રાહકોને રાહત આપવી જરુરી છે.પરંતુ દુઃખની વાત એ છે ખુબ જ કપરી પરિસ્થિતીમાં પણ સરકાર પ્રજા સાથે ઉભા રહેવાને બદલે તેના અધિકાર અને હકથી ગ્રાહકોને વંચિત રાખે છે. પંચમહાલ જિલ્લાની પ્રજાની લાગણી સહ વિનંતી કરીએ છે કે જિલ્લાના ગ્રાહકો જે ગેસ જોડાણ ધરાવે છે.તેમના ખાતામાં તેમની સબસીડી તાત્કાલિક જમાં કરી આર્થિક સહયોગ આપવામા આવે, કોરોના મહામારી, લોકડાઉન અને ધંધારોજગાર સંદતર બંધ હોવાને કારણે ગેસ ગ્રાહકોની ઉપયોગી સબસીડી તાત્કાલિક આપવામા આવે તેવી અમારી માંગ અને રજુઆત છે. આવેદન આપવા માટે અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.