બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૭૩ મિ.મિ., સાગબારા તાલુકામાં-૬૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૫૩ મિ.મિ, નાંદોદ તાલુકામાં-૩૮ મિ.મિ.,અને ગરૂડેશ્વર તાલુકામાં-૩૬ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૫૩૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૪૪૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૮૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૨૬૭ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૨૩૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૪૧ મીટર, કરજણ ડેમ- ૧૦૦.૯૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૧.૨૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૨.૫૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૧૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.