રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
જરૂરી મેડિકલ સુવિધા પુરી પાડી ગરીબ દર્દીઓ માટે માં અમૃતમ કાર્ડનો લાભ મળવા માંગણી
છેલ્લા અઠવાડિયામાં કોરોનની સારવાર હેઠળ આશરે ૨૫ થી વધુ લોકો મૃત્યુને ભેટતા સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ઉભો થયેલ છે, ત્યારે આમ જનતામાં ઘેરી ચિંતા વ્યાપી જવા પામી છે અને આગામી સમયમાં આની સામે ઝઝૂમવા માટે જરૂરી મેડિકલ સુવિધાઓ પુરી પાડવા ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી લેખીતમાં માંગણી કરવામાં આવેલ છે.
પત્રમાં જણાવ્યા અનુસાર જિલ્લા કક્ષાની વેરાવળની કોવિડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુવિધાઓનો ખુબજ અભાવ જોવા મળી રહેલ છે. એક બાજુ અપૂરતી સુવિધા અને સારવારના કારણે કોરોનનાં દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે જેને કારણે જિલ્લાભરમાં ભયનો માહોલ ઉભો થઈ આવેલ છે. અત્યારે પરિસ્થિતિ કાબુ બહાર હોય રોજ બરોજ દર્દીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહેલ હોય ત્યારે નજીકનાં ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને અનેક દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવી શકે એ પહેલા રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જિલ્લા કક્ષાએ અને શક્ય હોયતો તાલુકા કક્ષાએ જરૂરી લેબ કાર્યરત કરાવી અનેક શંકાસ્પદ દર્દીઓના જરૃરી ટેસ્ટ કરવામાં આવે તે અત્યંત જરૂરી ગણાવી યોગ્ય અને અસરકારક સુવિધા સાથેની સારવાર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. રોજ બરોજ થઇ રહેલ દર્દીના વધારાને ધ્યાને લઈ જરૂરી બિપેપ અને વેન્ટિલેટરોની સુવિધાઓ વધારવા જરૂરી સ્ટાફની નિમણુંકો કરવા અને દવાનો જરૂરી સ્ટોક પૂરો પાડવામાં આવે અને અત્યારની તપાસની વ્યવસ્થામાં જરૂરી બદલાવ લાવી અનુભવી અને નિષ્ણાંત ડોક્ટરોની એક ટીમની જરૂરી રચના કરી તેઓના સીધા માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે જરૂરી સારવાર પુરી પાડવામાં આવે અને ગરીબ દર્દીઓના કિસ્સામાં માં અમૃતમ કાર્ડનો લાભ આપવા પાત્રમાં માંગણી કરવામાં આવેલ…