મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા અંતિમ વિસામાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

અવસાન બાદ સ્મશાનયાત્રામાં ગામની બહાર આપવામાં આવતો છેલ્લો પોરો મતલબ કે અંતિમ વિસામો રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ગ્રેનાઈટ અને ધ્રાંગધ્રા પથ્થરમાં કંડારેલ સુંદર વિસામો બનાવવામાં આવ્યો છે. એને હળવદ શહેરની જાહેર જનતાના ઉપયોગ માટે આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્યાર સુધી હળવદમાં સ્મશાનયાત્રા દરમિયાન છેલ્લો વિસામો જમીન ઉપર નનામી રાખીને આપવામાં આવતો હતો.બીજું કે હળવદ સ્મશાનમાં જવાનો રસ્તો રેલ્વે ફાટક ક્રોસ કરીને જવું પડે છે. જે ફાટક અવારનવાર અને ઘડી ઘડી બંધ થઈ જાય છે જેના કારણે વાહનોનો ખુબજ ટ્રાફિક થઈ જાય છે. જેના હિસાબે ખાસ્સી વાર સુધી ડેથબોડી સાથે નનામી રોડ ઉપર જમીન ઉપર જ રાખવી પડતી હતી. જેના હિસાબે મોત નો મલાજો યોગ્ય રીતે જળવાતો નથી.દિવંગતને યથાયોગ્ય સ્થાને વિશ્રામ મળે એવા આશયથી રોટરી દ્વારા આ ઓટલો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. બાપા સીતારામ મઢુંલીના સેવક સંદીપ શેઠ દ્વારા પૂર્ણ સાથ સહકાર પ્રાપ્ત થયો અને વિસામો માટે જરૂરી યોગ્ય જગ્યા મઢુંલીના કમ્પાઉન્ડ માંથી કાઢી આપવામાં આવી. આ પ્રોજેક્ટનું ડોનેશન સ્વ: બાબુલાલ પ્રેમચંદભાઈ ઠક્કર તથા સ્વ: દયાબેન બાબુલાલ ઠક્કરના સ્મરણાર્થે હસ્તે: રોટે. ગોપાલભાઈ ઠક્કર તરફથી આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *