રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર
બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયેલા છે અને કપચી પણ દેખાઈ આવી છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો આ ઉપરાંત નાના વાહનચાલકોને રાત્રીના સમયે ખાડા ન દેખાતા મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદી પાણી આ ખાડામાં ભરાઈ રહેવાના કારણે વાહનચાલકોને ખબર પણ પડતી નથી જેના કારણે કેટલાય વાહનો ધડાકાભેર ખાડામાં ખાબકતા વાહનોને ભારે નુકશાન પહોંચે છે જો તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડાઓની મરામત કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.