બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં-૦૨ મિ.મિ.,વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૪૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૩૫૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૩૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૨૦૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૭૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૩૯ મીટર, કરજણ ડેમ- ૯૯.૬૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૮૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૭૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૦૯ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.