રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લા ના ઉના શહેર ના વતની સેવાભાવી બાલુભાઈ કાળુંભાઈ ગોહિલ ને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે લોક જાગૃતી મંચ માં નિમણુંક કરવામાં આવી.લોક જાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વિજયભાઈ કુંભરવાડિયા દ્રારા બાલુભાઈ.કે.ગોહિલને સંગઠન મજબુત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.લોકો ને પોતાના બંધારણીય અધિકારો જેવા કે આરોગ્ય શિક્ષણ અને સરકારી તમામ કાયદાઓ થી જાગૃત થાય અને સ્થાનિક પ્રશ્રો થતા અન્યાય બાબતે લોકો ને મદદ ના હેતુ થી ગુજરાત લોક જાગૃતિ મંચ કાર્યરત છે. લોક જાગૃતિ મંચ માં ગિરસોમનાથ જિલ્લા ના પ્રમુખ તરીકે નિમણુંક થતા બાલુભાઈ.કે. ગોહિલ ના સગા વહાલા સાથી પ્રત્રકાર મિત્રો સામાજિક આગેવાનો સહિત શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમજ લોક જાગૃતિ મંચ ને તાલુકાથી ગ્રામ્ય લેવલ સુધી મજબુત કરો તેવી શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે.