રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રા.શાળા, માધ્યમિક શાળા, મોડેલ શાળા અને કસ્તુરબા બાલીકા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કિશોર અવસ્થાનું જ્ઞાન મળી રહે તે હેતુસર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તરૂણ્ય શિક્ષણ, સ્વચ્છતા, બાળલગ્ન અને બાળઅધિકારો, બાળકોનું જાતિય રક્ષણ, પોષ્કો એક્ટ, દૈનિક પોષણ જરૂરીયાત, કુપોષણ, એનિમીયા, કેરીયર ગાઇડલાઇન્સ, ઇન્ટરનેટનો સલામત ઉપયોગ સહિતના અનેક વિષયો ઉપર મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીએન.ડી.અપારનાથીએ તાલીમ અન્વયે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોર્ડીનેટર કીરણબેન, ડી.એમ.ડોડીયા, રામશીભાઇ, કીશોરભાઇ, નિતાબેન, જીતેન્દ્રભાઇ, દીપકભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.