હાલોલ માં ૮૦ વર્ષ ની વૃદ્ધ માતા ને આ કોરોના મહામારી ના સમય માં ઘરમાં બંધ કરી પુત્રી – જમાઈ પોતાની જવાદરી નું ભાન ભૂલી રફુચક્કર થયા.

Halol Latest Madhya Gujarat

હાલોલ શહેરના દેસાઈ ફળિયા ની સામે આવેલી ક્રિષ્ના જેવેલર્સ નામની દુકાન ના બીજા માળે એક 80 વર્ષ ની વૃદ્ધા ને તેની પુત્રી અને જમાઈ દયનીય હાલતમાં મકાનમાં છેલ્લા 20 દિવસ ઉપરાંત થી બંધ કરી જતા રહ્યા હોવાની ની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને કરાતા હાલોલ પોલીસ અને અભયમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

બનાવ અંગેની જાણ હાલોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કરી ફાયર ફાઈટરની મદદ મેળવી વૃદ્ધાને મુક્ત કરી કાંકણપુર વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા .

તસવીર તેમજ એહવાલ : મુસ્તાક દુર્વેશ

હાલોલ નગરના દેસાઈ ફળીયા સામે આવેલ ક્રિષ્ના જવેલર્સ નામની દુકાનના બીજા માળે 80 વર્ષીય આઘેઢ મહિલાને તેના પુત્રી અને જમાઈ 20 દિવસ ઉપરાંતથી ઘરમાં દયનીય હાલતમાં બંધ કરી જતા રહ્યા હોવાની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને વૃદ્ધાની બીજી પુત્રી જે ખંભાત ખાતે રહે છે જેણે જાણ કરતા અભયમની ટીમે તાત્કાલિક આબનાવ અંગે હાલોલ પોલીસ મથકના પી.આઈ.એન.કે.ડાભી ને કરતા સ્ટાફ સાથે અભયમની સાથે દેસાઈ ફળીયા ખાતે દોડી આવ્યા હતા. જેમાં 80 વર્ષીય વૃદ્ધા સરયૂ બેન વિનોદચંદ્ર સોની ને તાળાબંધી કરી જમાઈ અતુલ નવનીતલાલ સોની અને પુત્રી સોનલ ઘરમાં પુરી ક્યાંક ચાલ્યા ગયા હોવાની કેફિયત માલુમ પડતા તાત્કાલીક હાલોલ પ્રાંત  અધિકારી એ.કે.ગૌતમ અને હાલોલ  મામલતદાર ને જાણ કરતા બન્ને અધિકારીઓ ઘટના પોતાની ટીમ સાથે સ્થળે દોડી આવ્યા હતા .
જે બાદ પોલીસે હાલોલ નગર પાલીકા ફાયરબ્રિગેડ ને બોલાવી પંચો ની હાજરીમાં મકાન ના દરવાજા ને મારેલા તાળા તોડી પ્રાંત અધિકારી તેમજ મામલતદાર તેમજ પીઆઇ સહિત ના અધિકારીઓ બીજા માળે  વૃદ્ધા ને મળ્યા હતા .

પૂછ પરછ કરતાં માલૂમ પડેલ કે ઘર માં પાણી ની ટાંકી માં આવતા પાણી વડે પાણી પીતા અને વાસી પુરી પાણીમાં પલાળી ને ખાતા અને ઘોડીના સહારે ચાલતા અંત્યન્ત દયનિય અવદશા માં રહેતી વૃદ્ધા ની આપવીતીએ ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત લોકો ની આંખો માં ઝળઝળિયાં આવી લાવી દીધા હતા.


આડોશ પડોશમાં થી દોડી આવેલા લોકોએ વૃદ્ધાની હાલત વિશે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી વૃદ્ધાને પુરી ચાલ્યા ગયેલા જમાઇ અને પુત્રીને આ અંગે જાણ કરવાની અને તેમને દયનિય હાલતમાં બહાર કરવાની વિનવણી કરતા જમાઈએ આડોશ પડોશના લોકો સાથે પણ અશોભનીય વર્તન કરી અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો દુકાનના શટર અને પાછળના દરવાજા સહિત તમામ દરવાજાઓ લોક કરતા આડોશ પાડોશીઓ પણ મદદ કરવા લાચાર બન્યા હતા અને જમાઈ તેમજ પુત્રીનો સ્વભાવ જોતા તમામ લોકો આ બાબતે કઈંક પણ કરી શક્યા ન હોવાનું જણાવ્યું હતું તેમજ અભયમની ટીમની મહિલા કર્મચારી સાથે પણ ટેલીફોનિક વાતચીત દરમ્યાન અશોભનીય ભાષામાં વાતચીત કરી અમારા ઘરની વાત છે તમારે પડવાની જરૂરત નથી તેમ જણાવ્યુ હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.જે બાદ વૃદ્ધાને ફાયર ફાયટરની મદદથી ઘરમાંથી બહાર કાઢી તંત્ર દ્વારા મકાન ને સીલ  મારી વૃદ્ધા ને કાંકણપૂર વૃદ્ધાઆશ્રમમાં અભયમની ટીમ સાથે મોકલી અપાયા હતા પોતાની સગી પુત્રી અને જમાઈ દ્વારા કરાયેલા કૃત્ય ને લઈ વિસ્તારમાં બંને સામે ફિટકાર ની લાગણી વ્યાપી ગઈ હતી જ્યારે વાયુવેગે બનાવની જાણ નગરમાં થતા લોકોમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો અને સહુ જમાઈ પુત્રી પર ફિટકાર વરસાવતા નજરે પડ્યા હતા.

આ વૃદ્ધાને સંતાનમા ચાર દિકરીઓ છે અને તે ચારેચાર પર્વત છે હાલોલ ખાતે પરણાવેલી દીકરી હાલ વડોદરા ખાતે રહેશે અને વૃદ્ધા હાલોલ ખાતે એકલી રહેશે તેની દીકરી વીકમાં એક વખત આવી જમવાનું તથા સુકો નાસ્તો આપી જતી રહેશે આજે ખંભાત ખાતે પરણાવેલી દીકરી એ ૧૮૧ અભયમ મહિલા ગોધરા ખાતે ટેલીફોનિક જાણ કરતો હાલો પોલીસ આ વૃદ્ધાની સહાયે પહોંચી હતી.

હાલોલ થી મુસ્તાક દુર્વેશ નો એહવાલ .

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel GTPL NO 981

સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *