રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના ગામના પ્રથમ નાગરિક એવા નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવી એ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૧ ના સદસ્ય સહેજાદ મેમણને પવિત્ર રક્ષા બંધન ના તહેવારે રાખડી બાંધી દેશ માં સંદેશો પાઠવ્યો છે કે દેશ ની એકતા અને અખંડિતા કોઈ તોડી શકતું નથી આ ભારત દેશ માં હજુ પણ હિન્દૂ મુસ્લિમ એક મેક થઈ ને તમામ તહેવારો ની ઉજવણી કરે છે ને ભારત દેશ માં હિન્દૂ મુસ્લિમ તમામ વર્ગ ના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે અને આ શ્રુસ્ટી માં જ્યાં સુધી માનવ જીવન છે ત્યાં સુધી હિન્દૂ મુસ્લિમ માં ભાઈ ચારો રહેશે તેવો સંદેશ પાઠવ્યો છે.