રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહિબિસન ની પ્રવુત્તિ નેસ્ત્ નાબૂદ કરવા તેમજ દારૂબંધી ના કાયદા નું કડક અમલ થાય તે હેતુ થી પાનવડ પોલીસ સ્ટેશન ના પો,સ, ઈ જી.બી.ભરવાડ નાઓ એ તેમજ પોલીસ સ્ટાફ ને જરૂરી સૂચના આપી પાનવડ પોસ્ટે એમપી રાજ્ય ની સીમા ને અડી ને આવેલ હોય જેથી પોસ્ટે વિસ્તાર મા અલગ અલગ ટીમ બનાવી સખત માં સખત પેટ્રોલિંગ કરવા જણાવેલ જે અનુસંધાને લુણી ગામે જંગલ માં થી એક મોટરસાઇકલ ઉપર કંતાનના કોથળા માં બાંધી લઈ જવાતો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની કીમત રૂ ૩૯,૯૦૦ તેમજ મોટરસાઇકલ ની કીમત રૂ ૪૦,૦૦૦ મળી કુલ ૭૯,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.