રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદના ધારાસભ્ય સહીતના ભાજપના હોદેદારોના કોવીડ-૧૯ રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેર કરેલી સરકારની ગાઈડલાઈન નો ભંગ કરતાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સામાન્ય નાગરિકો જ્યારે દંડાઈ રહ્યાં છે ત્યારે જવાબદાર આગેવાનો ને કાયદાનો ડર નથી.
કેશોદ નજીક આવેલા અક્ષયગઢમાં વૃક્ષારોપણ સમયે ભુલ્યા સોશિયલ ડીસ્ટ્ન્સનું પાલન અને જાણે કેશોદ વિસ્તારમાં કોરોના મહામારી નો કોઈ ડર નથી ત્યારે જાહેર કાર્યક્રમો મોકુફ રાખવાના સરકારના આદેશ છતાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ દર્શાવે છે કે તંત્ર દ્વારા કાગળ પર બતાવવા પુરતાં ફોજદારી કેસ દાખલ કરી સતાધારી પક્ષના પ્રતિનિધિઓ આગેવાનો ને કાયદાનો ભંગ કરવા પીળો પરવાનો આપવામાં આવે છે.
કેશોદના અક્ષયગઢમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચહેરાઓ દર્શાવવા માટે હોદેદારો પોતાની પ્રસિદ્ધિ માટે ન માસ્ક પહેરવા ઉપરાંત કર્યો સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ બદલ જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે કે સરકારના આદેશ અને જાહેરનામાનું પાલન કરવું સામાન્ય નાગરીકોને જ લાગુ પડે છે…? રક્ષાબંધનના પવિત્ર દિવસે કેશોદ અક્ષયગઢ મુકામે ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્વામિનારાયણ મંદિરના સંતો ભાજપના હોદેદારોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ત્યારે જાહેરનામાં ભંગ બદલ પગલા લેવાશે? લોકોમાં બન્યો ચર્ચાનો વિષય..