ત્રણ સપ્તાહ સુધી પી.એમ મોદીનો જન્મ દિવસ ઉજવાશે..

ગયા વર્ષે ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.જોકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને ત્રણ સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ અપાયુ છે.દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઈલ કેમ્પેન પણ હાથ ધરાશે.સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનુ […]

Continue Reading

યુપી-બિહાર અને મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવરના કેસો ઝડપથી નોંધાઈ રહ્યા છે.

હોસ્પિટલે આવી રહેલા મોટાભાગના દર્દીઓમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવર સ્ક્રબ ટાઈફસ અને લેપ્ટોસ્પાયરોસિસના કેસો જોવા મળી રહ્યા છે. આ અલગ-અલગ પ્રકારના તાવ છે, જે બેક્ટેરિયા અને વાયરસના કારણે ફેલાઈ રહ્યા છે.દેશનાં અનેક રાજ્યોમાં વાઇરલ ફીવરના કેસ વધતા જાય છે. યુપી-બિહાર અને મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવરના કેસો ઝડપથી આવી રહ્યા છે. ચિંતાની […]

Continue Reading

માંગરોળ લંબોરા ડેમ ઓવરફ્લો થતા કામનાથ નદીમાં પાણી આવ્યું…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઉપર વાસના વિસ્તારમાં ભારે વરસાદ થતા કામનાથ નદીમાં પાણી આવ્યુ હતુંઘણા સમયથી માંગરોળ લંબોરા ડેમમાં ઓછા વરસાદના કારણે ડેમમાં પાણી ઓછું હતું. જેથી કેશોદ મેસવાણ સોદરડા સહિતના ગામોમાં વરસાદ પડતાં માંગરોળ લંબોરા ડેમ ઓવર ફોલો થયો હતો. જેથી માંગરોળ કામનાથ નદીમાં પાણી આવ્યું હતું

Continue Reading

2 વર્ષ પછી ગરબા રમી શકાશે, ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ ,રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોને શરતોને આધીન મંજૂરી આપી

ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમો 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે, […]

Continue Reading

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છલકાયો, ભાવનગરમાં ઉપરવાસના વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની અતિશય આવક….

ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમ મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને […]

Continue Reading

શહેરા ગોધરા હાઇવે પર પાનમની પાણીની પાઈપ લાઈન વારંવાર લીકેજ થવાની ઘટના…

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ગોધરા હાઇવે પર આવેલા બસ સ્ટેન્ડ પાસે તેમજ તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજમેન હાઈવે ઉપર વારંવાર લીકેજ થતાં વાહનચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવે છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા તાલુકા પંચાયતની સામે પાનમની પાણીની પાઈપ લાઈન લીકેજ કામગીરી હાથ ધરી.નવીન પાઈપ લાઈનની કામગીરી કરવાની વાતો તંત્ર દ્વારા છેલ્લા […]

Continue Reading

માંગરોળમાં સિન્ધી સમાજ નાં ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના પવિત્ર ચાલીયા મહોત્સવ દરમિયાન સાંઈ શેહરા વાલે નુ આગમન…

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળમા પણ સિન્ધી સમાજ દ્વારા ઝુલેલાલ મંદિરે ૩૮ દિવસથી દરરોજ વિવિધ પુજાઅર્ચના,પલ્લવ સહીત વ્રત કરવા મા આવી રહ્યા છે તે દરમિયાન આજ રોજ પંચમહાલ જિલ્લા થી સિન્ધી સમાજ ના પુજનીય સાંઈ શેહરા વાલે ની સવારી માંગરોળ માં આવી પહોચી હતી ત્યારે સિન્ધી સમાજ પ્રમુખ નાનકરામ સોમૈયા. ઉ.પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે રાજુલા પ્રાત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનને પોલીસ દ્વારા અદાલતી વોરંટ વગર માર મારવામાં આવ્યો હતો. મારમારનાર તમામ પોલીસ કર્મીઓની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત કોળી સમાજ રાજુલા દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજૂઆત કરી.પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે. […]

Continue Reading