15 મહિલા IPSને મહત્ત્વની કામગીરી, 9 અમદાવાદમાં.

ગુજરાતમાં ચૂંટણી પહેલાં બદલીનો પહેલો ઘાણવો આવ્યો છે તેમાં વૂમન પાવર જોવા મળી રહ્યો છે. 9ને એસ.પી. તરીકે પ્રમોશન આપી 15 મહિલા પોલીસને મહત્વની કામગીરી સોંપાઈ છે. તો, રાજ્યમાં પાંચમું પોલીસ કમિશનરેટ ગાંધીનગર બનવાના ઠેકાણાં નથી છતાં પગાર પાડવા માટે ત્રણ એસ.પી. મુકાયાની ચર્ચા પોલીસ તંત્રમાં થઈ રહી છે. લાંબા સમયથી ચર્ચા હતી તેવી આઈપીએસની […]

Continue Reading

57 IPS અધિકારીઓની બદલી સાથે 20 DySPને પ્રમોશન અપાયા.

હેડગુજરાતમાં આઇપીએસની બદલી-પ્રમોશનની  કામગીરીની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી હતી. જેમાં અંતે શનિવારે ગૃહવિભાગ દ્વારા આઇપીએસની બદલી અને ડીવાયએસપીને એસપી કક્ષાના પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 57 આઇપીઅસ અધિકારીઓની બદલી અને 20 ડીવાયએસપીને એસપીના  પ્રમોશનની યાદી જાહેર કરવામાં આવી હતી. જ્યારે હવે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસના પ્રમોશન અને અન્ય ઉચ્ચ પોલીસ  પોલીસ અધિકારીઓની […]

Continue Reading

ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજળીના કાળાં બજાર પર કેન્દ્રીય પંચની બ્રેક.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજળીની માગ વધારે હોય ત્યારે યુનિટદીઠ વીજળી મહત્તમ રૂા. 12ના જ ભાવે વેચી શકાય તેવો આદેશ કર્યો છે. ડિમાન્ડ ન હોય ત્યારે વીજળી યુનિટદીટ મિનિમમ રૂા. 2.50ના ભાવે વેચવાની જોગવાઈ તો વરસોથી કરવામાં આવેલી છે. છથી સાત મહિના પૂર્વે કોલસાની તંગી થઈ અને વીજળીની દેશભરમાં અછત થઈ તે પછી […]

Continue Reading

નીટમાં 50 ટકાથી ઓછા માર્ક હોવા છતાં આયુર્વેદમાં પ્રવેશને હાઇકોર્ટમાં પડકાર.

બીએએમએસમાં પ્રવેશ મેળવવા નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવાનો નિયમ છે. આ નિયમ વિરૂદ્ધ જઇને કોલેજો દ્વારા વિદ્યાર્થીને 50 ટકાથી ઓછા માર્કસ હોવા છતાં પ્રવેશ અપાયો છે. 50 ટકાથી વધુ માર્કસવાળા 120 વિદ્યાર્થીએ આ પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે કોલેજો સામે નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, […]

Continue Reading

રાજ્યમાં કેરીની સીઝન 15 મેથી, આ વર્ષે કેસરનો પાક 15-20% થશે, 1 બોક્સના 700ના બદલે 1500 થશે.

ગુજરાતમાં કેરીનાં ચાહકો માટે આ વખતે માઠા સમાચાર આવ્યા છે. સમગ્ર ગુજરાતને કેરી પૂરા પાડતાં ગીર પંથક તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કેસર કેરીનો આ વખતે માત્ર 15થી 20 ટકા જ પાક થાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયો છે. માત્ર 20 જ ટકા પાક થતાં હવે કેરીનાં ભાવ આસમાને પહોંચે તેમ છે. ખેડૂતોનાં અનુમાન પ્રમાણે આ […]

Continue Reading

ગુજરાતના 77 IPSની એકસાથે બદલી, 20 IPSની બઢતી સાથે બદલી.

ગુજરાતમાં ચૂંટણી પહેલાં પોલીસબેડામાં મહત્ત્વની બદલીઓ આવવાની હતી, જે વિધાનસભા સત્ર પૂર્ણ થતાં આવી ગઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જોવા મળી રહ્યું છે .આજે થયેલી બદલીઓમાં 57 IPSની બદલી, જ્યારે 20ની બઢતી થઈ છે. એમાં 9 DySP, જેઓ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી […]

Continue Reading

ગુજરાતમાં ST બસનું ભાડું વધારવા અને સબસિડીના રૂ.1700 કરોડની ચૂકવણી કરવા કર્મચારી મહામંડળની માંગ.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારના વલણ સામે નારાજગી દર્શાવતા મહત્વપૂર્ણ માંગ કરી છે. એસટી નિગમ કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, હવે દિવસે ને દિવસે ડીઝલના ભાવ વધી રહ્યા છે, તેવામાં નિગમની બસોમાં ભાડું પણ વધારવામાં આવે. મંડળે રજુઆત કરી છે કે, વર્ષ 2014માં GSRTCએ રાજ્ય સરકારના કહેવાથી બસનું ભાડું […]

Continue Reading

રાજ્યના 18 હજાર ગામડા, પણ વાઈફાઈ સુવિધા માત્ર 1814માં જ, કનેક્ટિવિટીના કોઈ ઠેકાણા જ નથી.

દેશમાં 5જી મોબાઇલ કનેક્ટિવિટી લૉન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયમાં ગુજરાતમાં 512 ગામ એવા છે જ્યાં હજુ સુધી મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા પહોંચી નથી. 2011ની વસ્તી ગણતરી રાજ્યમાં 17843 ગામો છે જે પૈકી 512માં મોબાઇલ સર્વિસ વિહોણા છે. આ માહિતી લોકસભામાં કોમ્યુનિકેશન મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં સામે આવી છે. તે ઉપરાંત રાજ્યની આ ગ્રામ […]

Continue Reading

સિઝનની સૌથી વધુ 41.9 ડિગ્રી ગરમી, મે માં 45ને પારની વકી.

ગુરુવારે શહેરમાં સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પણ વટાવી જવાની હવામાન નિષ્ણાતની આગાહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સૂકા ગરમ પવનની અસર હેઠળ ગુરુવારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગરમ અને સૂકા પવન સીધા ગુજરાત તરફ આવતા હોવાના કારણે શુક્રવારથી […]

Continue Reading

ખાનગી સ્કૂલોએ કરેલો 5 ટકા ફી વધારો પાછો ખેંચો, FRCમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરો, નહીં તો રસ્તે ઉતરી આંદોલન કરીશું.

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માને શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોએ જે […]

Continue Reading