દાહોદ: કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રીએ “ફીટ ઇન્ડિયા યુથ ક્લબ કાર્યક્રમ” નો ડિઝિટલ માધ્યમથી કર્યો શુભારંભ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કેન્દ્રીય ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રી શ્રી કીરેન રીજુજુ દ્વારા તા.૧૫ ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભારતમાં ફીટ ઇન્ડિયા મૂવમેંટના ભાગ રૂપે ‘ફીટ ઇન્ડિયા યુથ ક્લબ’ કાર્યક્રમનો શુભારંભ વેબ કાસ્ટ ઉપર કરવામાં આવ્યો. કાર્યક્રમ જોવા માટે નેહરુ યુવા કેન્દ્ર દાહોદે આયોજન કર્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર, એન.એસ.એસ. અને એન.સી.સી. ના યુવાનો પણ જોડાયા […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: વિજય બચ્ચાની, દાહોદ દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણી પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રગાનની ધૂન ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટીય પર્વના આ પાવન પ્રસંગે જિલ્લાના ૩૦ […]

Continue Reading

દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે ધર્મને આસ્થાનું પ્રતિક શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી પાનેમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વડવાવો ના કહેવા મુજબ અગાઉના સમયમાં મંદિર ની આસપાસ ખોદકામ દરમિયાન જે તે સમયના પૌરાણિક અવશેષોમાં જેવા કે ચોરસ ઈંટો,ચાંદીના સિક્કા,ત્રાંબાના સિક્કા વગેરે […]

Continue Reading

દાહોદ: દાહોદ નગરમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ આગામી ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની દાહોદમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. કોરોના વાયરસની સ્થિતિની ધ્યાને રાખીને આ ઉજવણી સામાજિક નિયમોના સંપૂર્ણ પાલન સાથે થાય એ રીતે આયોજન કરવા માટે આજે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ વખતની ઉજવણી માટે સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે મુજબ […]

Continue Reading

દાહોદ: નિયંત્રિત વિસ્તારમાંથી બહાર આવનાર વેપારીઓની દૂકાનો સીલ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા આજે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે નગરપાલિકા જનજાગૃતિ અભિયાન સાથે નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ કડક પગલાં લઇ રહી છે. દાહોદ નગરના સ્ટેશન વિસ્તારમાં સોપારી અને તમાકુના વેપારીની દુકાન શિવ સોપારી ઉપરાંત દાહોદની રતલામી […]

Continue Reading

દાહોદમાં રવિવારે તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રજા રહેશે.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૬૩ હજાર વૃદ્ધોને સરકાર દ્વારા માસિક સહાય મળી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સંત સુરદાસ યોજનામાં ૨૬૮૬ અને ૬૦૮ દિવ્યાંગોને સરકાર દ્વારા અપાતું પેન્શન દિશા કમિટીની બેઠકમાં જન કલ્યાણકારી યોજનામાં થયેલી પ્રગતિની કરાઇ સમીક્ષા દાહોદ જિલ્લામાં દિશા કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં જુન ૨૦૨૦ સુધીના સમયગાળામાં વિભાગો દ્વારા વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર […]

Continue Reading

દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ એક દુકાન અને રેસ્ટોરન્ટ સીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના રામેશ્વર નમકીન ઍન્ડ રેસ્ટોરન્ટ અને નંદની બ્યુટી નામની કટલરી ની દુકાનને પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્રારા સીલ મારી દેવામાં આવ્યું છે.આ દુકાનો દ્વારા સામાજિક અંતરના નિયમો, માસ્ક અને સેનીટાઈઝર જેવા નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા […]

Continue Reading

દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું ન હતું. […]

Continue Reading

દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશની શરૂઆત કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા માટે ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. નગરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર […]

Continue Reading