ગીર સોમનાથ: તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાં બન્યા મોતના કુવા સમાન..

રિપોર્ટર: રાજેશ ભટ્ટ,તાલાલા તાલાલા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કુંડીના ખુલ્લા તથા ઊંચા ઢાંકણા રાહદારીઓ માટે મોતના કૂવા બની રહ્યા છે. બાંધકામ તથા નગર પાલિકાના સત્તાવાળાઓ ભૂગર્ભ ગટરની કુંડીઓ નિર્દોષ રાહદારીઓનો ભોગ લે તે પહેલા યોગ્ય સમારકામ કરાવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે. આ અંગેની વિગત એવી છે કે તાલાલા શહેરનો ધોરણ ૯માં અભ્યાસ કરતો કડિયા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં રવિપાક ઘઉંની ખરીદી ટેકાના ભાવે તાકીદે શરૂ કરવા ખેડૂત સમાજની માંગણી..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ મીનીમમ સ્પોટ પ્રાઈઝ પ્રતિ મણ ૩૯૫(ત્રણસો પચાણુ) જાહેર કરવામાાંઆવેલ છે, વર્તમાન પરિસ્થિતિએ સમગ્ર ગીરસોમનાથ જીલ્લામાં રવિપાક ઘઉં ની સાઇઠ ટકા લલણી ખેડૂતો દ્વારા કરી નાખવામાાં આવેલ છે, આગલા એક સપ્તાહમાં સો ટકા લલણી પુરી થઈ જશે પરંતુ જિલ્લાના પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ […]

Continue Reading

વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે: ટિકિટ બુકિંગ 20 ફેબ્રુઆરી થી શરૂ થશે.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવલ-બાન્દ્રા-વેરાવલ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો આ મુજબની છે. ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ વેરાવલથી 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દરરોજ 11:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર […]

Continue Reading

રાજકોટ: સમાજ સેવા કેન્દ્રએ સમાજની દિકરીને તેમના ધરના આંગણે પરણાવી.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સમાજ સેવા કેન્દ્ર એ પ્રબળ શક્તિ થી કાયૅરત છે.પોતાની દિકરીને પરણાવવાની ફરજ તો દરેક માં-બાપની બને છે. પણ જયારે સમાજની દિકરીને પોતાની દિકરી સમજી તેના જ ધરના આંગણે લગ્ન કરાવી માં-બાપની તમામ ફરજો પુરી પાડે છે તેને સમાજ સેવા કેન્દ્ર કહેવાય. સમાજ સેવા કેન્દ્રના સંસ્થાપક માન ટી.ડી.પટેલ અને સોનલબેન ડાગરીયા પોતાના […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સૌથી મોટા આંકોલવાડી ગીર ગામે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજના વરિષ્ઠ યુવા અગ્રણી અને ગીર-સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ સોજીત્રા ના ધર્મપત્ની સ્વઃનીતાબેન ઉ.વ. 42 નું અકાળે અવસાન થતા તાલાલા તાલુકામા ખેડૂતોને સંગઠિત અને જાગૃત કરવા ભારતીય કિસાન સંઘમાં સ્વઃ નીતાબેને આપેલ યોગદાન બદલ સ્વર્ગસ્થ ખેડૂત પુત્રી સ્વઃનીતાબેનના સ્મરણાર્થે તાલાલા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ સરકીટ હાઉસ ખાતે યોજાઈ

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લામાં અગાઉના દિવસોમાં હોદ્દેદારોની રચનાઓ થઈ ચૂકી છે જેથી હવે દરેક તાલુકાઓમાં સંગઠનની રચનાઓ ચાલી રહી છે, ત્યારે વેરાવળમાં સર્કિટ હાઉસ ખાતે વેરાવળ તાલુકાના ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વેરાવળ તાલુકાના […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાનાં નગરપાલિકા વિસ્તારની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ ૫ નગરપાલિકાઓના ૩૩ વોર્ડની ચૂંટણી જાહેર થતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના વોર્ડ ૧૧ છે. જેના મતદાન મથક ૧૩૦ છે. પુરુષ ૭૧૨૪૨ અને સ્રી ૬૮૮૫૦ એમ મળી કુલ ૧૪૦૦૯૩ મતદારો નોંધાયેલા છે. ઉના નગરપાલીકાના વોર્ડ ૯ છે. જેના મતદાન મથક ૪૫ છે. પુરુષ ૨૩૫૪૦ અને સ્રી ૨૨૨૪૮ એમ મળી […]

Continue Reading

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ભારત સરકારના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા ગીર-સોમનાથ જિલ્લાના પ્રવાસે આવી પહોંચતા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અજય પ્રકાશ, નાયબ ચૂંટણી અધિકારી વિનોદ પ્રજાપતિએ સુનિલ અરોરાનું ઉષ્મા ભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના મોટીમોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી ભાજપમાં જોડાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ ઉમેદવારો સીટો માટે પડાપડી કરી રહ્યા છે અને મનમુટાવ થતા ઉમેદવારો પક્ષપલટો પણ કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટીમોલી ગામે મુસ્લીમ સમાજના યુવાનોએ કોંગ્રેસને અલવીદા કરી કેસરીયો ખેસ ધારણ કર્યો છે. 14 ગામના મુસ્લિમ બિરાદરોએ કેસરીયો ધારણ […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના શ્રી તિરૂપતિ બાલાજી આશ્રમ પ્રાચી ખાતે સત્યનારાયણ કથા, વિષ્ણુપૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન..

રિપોર્ટર:દિપક જોશી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ શ્રી તિરુપતિ બાલાજી આશ્રમ પ્રાચી ખાતે આજરોજ શ્રી અનંત વિભૂષિત જગદાચાર્ય શ્રી શ્યામનારાયણ આચાર્ય મહારાજ-સ્વામીજીના સાન્નિધ્યમાં સત્યનારાયણ કથા વિષ્ણુપૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન થયેલ હતું . આ ધાર્મિક મહોત્સવમાં સમસ્ત બ્રહ્મસમાજ પ્રાચી તીર્થના ગ્રામજનો અને ધાવા, હડમતીયા ગીરના સેવકોએ ભાગ લીધો હતો.આ તકે પ્રાચી તીર્થ સમસ્ત બ્રહ્મસમાજ […]

Continue Reading