રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ શહેરમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાફલો એરપોર્ટથી સીધો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ એક નાગરિક મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે. તેમ કહીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડયા હતા. જોકે મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં જ ક્રાઇમબ્રાંચના પી.આઈ વી.કે.ગઢવી, પી.એસ.આઈ એસ.વી.સાખરા સહિતના સ્ટાફે તેને અટકાયતમાં લઇ લીધા હતા. પોલીસે અકાયતમાં લેવાયેલા નાગરિકની પૂછપરછ કરતા તેનું નામ અમિત જયંતીભાઇ માકડીયા મૂળ, ભાયાવદર, હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ. હોવાનું જણાવ્યું હતું. અમીત માકડીયા વાંકનેરના મકનસર નજીક પેટ્રોલપંપ ધરાવે છે. અને બાયો ડિઝલરના ગેરકાયદેસર વેચાણના શરૂ થયેલા હાટડાના કારણે ધંધામાં નુકશાન થતું હોવાથી આવા ગેરકાયદે પંપ બંધ કરાવવા અંગે રજૂઆત કરવા આવ્યાનો ખુલાસો કર્યો હતો. પોલીસે આ રજૂઆત માટે પૂરતી તક આપીને જે કાંઇ રજૂઆત હતી. એ લેખિતમાં લઇ મુખ્યમંત્રી સુધી પહોંચાડી લોકોને પોતાની રજૂઆત કરવાનો બંધારણિય અધિકાર આપી સંવેદનશીલ સરકારનું સૂત્ર સાર્થક કર્યું હતું.