રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદ દ્વારા રાવલફળીમાં બિરાજમાન જાગનાથ મહાદેવ મંદિરે શિવજીની પ્રભાત અને સાયંમ કાળની આરતીમાં નગારા, ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ વધુ ભક્તિમય અને ઉર્જાસભર બને અને ભક્તોના આધ્યાત્મિક આનંદ અને અનુભૂતિમાં વધારો થાય એવા શુભ આશયથી પવીત્ર એવા શ્રાવણ માસના શુભ અવસરે હર્ષિદબા રાજેન્દ્રસિંહ રાણા તરફથી ઓટોમેટિક આરતી મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી.