રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અનેક નગરપાલિકા જે.સી.બીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજે નગરપાલિકા જેસીબીનો વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં ઉપયોગ થતો હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખને થતાં એ બાબતની બાબતની તપાસ કરતા વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકા જેસીબી દ્વારા ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા જે બનાવ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બીના દુર ઉપયોગ બાબતે યુથ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખના નજીકના વ્યકિતના કહેવાથી સવાર થી બપોર સુધી નગરપાલિકા જે.સી.બી. દ્વારા ખાનગી પ્લોટમાં ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા જે બાબતે તંત્રને ટેલીફોનીક જાણ કરતા તંત્ર દ્વારા યોગ્ય જવાબ કે જવાબદારી લેવામાંથી છટકી રહ્યા હતા જવાબદારો સામે ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી કરાવવા તથા કોર્ટમાં જવા ઉપરાંત નગરપાલિકા પ્રમુખને હોદા પરથી દુર કરવા જોઈએ તેવુ જણાવેલ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ અનેકવાર નગરપાલિકા જેસીબી ખાનગી મિલકતમાં ઉપયોગ કરવામાં આવેલ જે બાબતે કોઈપણ જવાબદારો સામે પગલા ન લેવાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે આજની ઘટના બાબતે કોઈ જવાબદારો સામે પગલા લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે.