રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના વલ્લભપુર ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ રદ થયા બાદ લીઝ માલિક દ્વારા ત્યાંથી મશીનો નહી હટાવતા સ્થાનિક ગામ ના જાગૃત નાગરીક એ જિલ્લા કલેકટર સુધી આની રજૂઆત કરી હતી.સાથે આ ગામના જાગૃત નાગરિકએ કલેકટર કચેરીની બહાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરા તાલુકાના વલ્લભપુર ગામ માં આવેલ ગ્રેનાઈટ પથ્થર ની લીઝ ખનીજ કમિશનર ગાંધીનગર દ્વારા ૨/૭/૨૦ ના રોજ રદ કરી દેવામાં આવી હતી. આ ગામ ના જાગૃત નાગરિક શંકરભાઈ માછી અને જે. બી.સોલંકી એ સ્થાનિક મામલતદાર કચેરી અને જિલ્લાના સબંધિત તંત્ર ને અમૃતલાલ પટેલની ગ્રેનાઈટ પથ્થરની લીઝ માંથી મશીન હટાવવામાં આવે તે માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં આ લીઝ માથી હિટાચી સહિતના મશીનો દૂરના થતા તેઓ નારાજ થયા હતા. મંગળવારના રોજ રત્નાભાઇ માછી એ જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ કચેરી ખાતે ૪૮ કલાકમાં આ ગ્રેનાઈટ પથ્થરની લીઝ મા રહેલ મશીનો હટાવવામાં આવે અને જો મશીનો દૂર કરવામાં નહીં આવે તો ગુરૂવારના રોજ જિલ્લા કલેકટર કચેરીની બહાર આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે રત્નાભાઇ માછી આત્મવિલોપન કરે તે પહેલા સ્થાનિક પોલીસ દ્વારા બુધવાર ના રોજ તેમના નિવાસસ્થાન વલ્લભપુર ખાતે તેમની તપાસ કરતા તેઓ મળી ના આવ્યા હતા. સાથે પોલીસ દ્વારા તેમના સગા સંબંધીઓ અને ગામમાં તપાસ કરતા કોઈ અતો પત્તો મળ્યો ન હતો. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર કરનાર રત્ના માછી નો મોબાઈલ પણ બંધ હોવાથી તેમના પરીવારજનો પણ ભારે ચિંતિત થઈ ઉઠયા હતા.સાંજ ના સુમારે રત્ના ભાઈ માછી પોલીસ ના હાથમાં આવ્યા આવી જતા પોલીસ ને હાશકારો થયો હતો..આ પહેલા પણ ગાંધીનગર ખાતે આ લીઝ ને લઇને આત્મવિલોપન કરતા પોલીસ એ રોક્યા હતા.
