લોક્ડાઉનનો ક્ડક અમલ કરાવવા માટે રસ્તા પર તૈનાત પોલીસ જવાનોના પોતાના પ્રોટેક્શન માટે માસ્ક અને ગ્લોવઝનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના સંક્રમણનો ભય રહે છે. સુરતમાં રસ્તા પર તૈનાત પોલીસ ઉપરાંત ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ ઉપરાંત રસ્તા પર સફાઇ કામ કરનારની સેફ્ટી માટે અત્યંત મહત્વના કહીં શકાય એવા ફેસ શીલ્ડ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
માસ્ક વાઈરસના સંક્રમણથી બચવા માટે અત્યંત મહત્વના પુરવાર
આ ફેસ શીલ્ડ માસ્કની ઉપર પહેરવાનું હોય છે. માસ્ક વાઈરસથી પ્રોટેક્ટ કરે છે જયારે ફેસ શીલ્ડ સામેવાળી વ્યક્તિ સાથે વાતચીતથી ઉડતા થુંક ઉપરાંત સામાન્ય સંજોગોમાં માણસનો હાથ તેના ચહેરા પર જતો હોય છે તે પણ અટકી શકે છે. જેથી હાલની સ્થિતીને ધ્યાનમાં લઇ આ માસ્ક વાઈરસના સંક્રમણથી બચવા માટે અત્યંત મહત્વના પુરવાર થશે. હાલમાં આ માસ્ક સુરત પોલીસને એક એનજીઓ દ્વારા આપવામાં આવ્યા છે.