જૂનાગઢ: માંગરોળ બૈતુલમાલ સંસ્થા ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ યોજાઈ: કોરોના આઇસોલેશન વોર્ડ શરૂ કરવા લેવાયો નિર્ણય.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢ જિલ્લાના માંગરોળ મુસ્લિમ સમાજની અગ્રણી સંસ્થા બૈતુલમાલ ખાતે મુસ્લિમ સમાજની મિટિંગ મળી હતી.હાલમાં વિશ્વમાં વ્યાપક ફેલાયેલી કોરોના મહામારીને પગલે આ મિટિંગ યોજાઈ હતી.આ મિટિંગમાં માંગરોળ ખાતે જો જરૂરિયાત જણાય તો માંગરોળમાં કોરોના ના આઈસોલેશન વોર્ડ ઉભા કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જો માંગરોળમાં કોરોના આઇસોલેશન વોર્ડ થાય તો માંગરોળ ના દર્દીઓ એ બહાર ગામ જઉં ના પડે તે માટે આ માંગરોળ ઝોહરા હોસ્પિટલ ના ટ્રસ્ટી અને સેવાકીય પ્રવૃતીઓમાં અગ્રેસર મૌલાના મુહંમદ કરુડ દાવડાએ ઝોહરા હોસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તરીકે આપવા સંમતિ આપી હતી.આગામી સમયમાં બૈતુલ સંસ્થા દ્વારા ડોક્ટરો, લેબ ટેક્નિશિયન તેમજ મેડિકલના જાણકારોની મિટિંગ યોજવામાં આવશે તેમજ આ અંગે ચર્ચા કરવામાં આવશે.બૈતુલમાલ ખાતે યોજાયેલ આ મિટિંગમાં બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, ઘાંચી સમાજ પ્રમુખ યુસુફભાઈ પટેલ, ઉપપ્રમુખ મો.હુસેન ઝાલા, મુખ્ય હોદ્દેદારો, મુફ્તી હનીફ જડા સહિત ઉલમાઓ તેમજ સંસ્થાના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *