રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
કોરોના વાયરસની મહામારી પરિસ્થિતિ હાલ ભાવનગર જિલ્લા તથા કોર્પોરેશનના દર્દીઓ માટેના કોવીડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે દાખલ દર્દીઓના રૂમોના સેનીટાઇઝેશન માટે ૨૦૦ લીટર ૧૦% સોડીયમ હાઇપોક્લોરાઇડ સૉલ્યુશન તથા દર્દીઓના વ્યક્તિગત હાઇજીન માટે ૫૦૦ ન્હાવાના સાબુ તથા ૫૦૦ કપડા તેમજ લીનન ધોવાના સાબુ વગેરે વસ્તુઓ નિરમા કંપની પ્રા.લી. કાળાતળાવ, ભાવનગર તરફથી દાન સ્વરૂપે મળેલ છે. જેનો સમરસ હોસ્ટેલના ઇન્ચાર્જ ડો.સુફીયાન લાખાણી, તાલુકા હેલ્થ ઓફીસર ડો.સુનિલ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ દ્વારા આ સેવાકીય પ્રવૃતિને બિરદાવેલ છે.