રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કેબલો સહિતનો કચરો મુખ્ય માર્ગ પાસેજ એકઠો થતા બાજુની ગટર પણ જામ,પાલીકા દ્વારા ગટર ની સફાઈ પણ ન થતા મચ્છરો નો ઉપદ્રવ
\નર્મદા જિલ્લામાં હાલ કોરોના કહેર વધી રહ્યો છે પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની સામેજ આવેલા વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર બહાર નંખાયેલો વાયરો સહિત નો કચરો હાલ એક ઉકરડો બની જતા લોકો પણ હવે ત્યાં કચરો નાંખવા ટેવાઈ ગયા હોય આ ગંદકી ના કારણે રોગચાળો ફાટે તેવો ભય સ્થાનિકો ને સતાવી રહ્યો છે.ત્યાંજ બાજુમાં આવેલી ગટર પણ ઘણા સમય થી સાફ ન કરાઇ હોય એમ જામ થતા મચ્છરો નો ઉપદ્રવ વધતા કોરોના સાથે મેલેરિયા સહિત ના રોગો ની લપેટમાં સ્થાનિકો આવી શકે તેવી હાલત હાલ ત્યાં જોવા મળી રહી છે.
પાલીકા ના મુખ્ય અધિકારી અને વીજ કંપની ના તેમજ સિવિલ ના અધિકારીઓ પણ ત્યાં થીજ પસાર થતા હોવા છતાં આ ઉકરડો કે ગટર બાબતે બધાજ અજાણ બની પસાર થઈ જતાં સ્થાનિકો માં રોગચાળા ની દહેશત ફેલાઈ છે.કોરોના ના હાઉ વચ્ચે શહેર માં સ્વચ્છતા પણ અત્યંત જરૂરી હોવા છતાં વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર ની બહાર જોવા મળતા ઉકરડા કે ગટર બાબતે જો સમયસર પગલાં નહિ લેવાય તો આવનારા દિવસોમાં આ વિસ્તાર ના રહીશો મેલેરિયા જેવા રોગ નો પણ શિકાર થઈ શકે છે તેમ લાગી રહ્યું છે.માટે વીજ કંપની આ જગ્યા ની સફાઈ કરાવે તેમજ પાલીકા તંત્ર ગટર ની સ્વચ્છતા જાળવવા પગલાં લે તેવી માંગ ઉઠી છે.